Activity

Event Update

ધર્મ ભૂમિ કર્ણાવતી વર્તમાન અમદાવાદ શહેર માં અનેક હિન્દૂ ધર્મ ના નાના મોટા વિશાળ અને દર્શનીય હિન્દૂ મંદિરો દરેક વિસ્તાર માં આવેલા છે જેમાં કેટલાય પ્રાચીન મંદિરો કેટલાય મોટા મંદિરો અને કેટલાય ભક્તો ને ધર્મ ના સંસ્કરણ થી આપણી આવનારી પેઢી સંતાન ને સુસંસ્કૃત કરવાનું શ્રેષ્ઠ કર્મ કરનારા મંદિરો પણ આવેલ છે. અમુક મંદિરોમાં સંસ્કૃત પાઠશાળા પણ વર્તમાન આધુનિક યુગ માં કાર્યરત છે જે સનાતન હિન્દૂ ધર્મ માટે અતિ ગૌરવ દાયક કાર્ય જ કહેવાય. આવું જ એક પૌરાણિક મંદિર જે ભક્તો ને હિન્દૂ સનાતન ધર્મ થી સુસઁસ્કૃત કરવાનું તેમજ ભક્તોના હૃદય કમલ માં આસ્થા શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજવલિત કરવાનું સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય ધાર્મિક કાર્ય પ્રવૃતિઓ થકી ભૂમિ ને તપો ભૂમિ માં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્ય પૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંત શ્રી સાધુઓ સેવકો દ્વારા વંદનીય પ્રવુતિ સેવા અવિરત થઈ રહી છે. પશ્ચિમ અમદાવાદ ના થલતેજ ટેકરા દૂરદર્શન ચાર રસ્તા પર અને સાલ હોસ્પિટલ ની સામે બાબા રામદેવ સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિર માં આશરે 500 વર્ષ પહેલા થી રામદેવ બાબા ના ભક્તો દ્વારા એક નાની દેરી મંદિર હતું અહીં પહેલા તળાવ હતું તેને કિનારે બાવળીયા ની ઝાડી માં એક ટેકરા ઉપર ગોવાળિયાઓ ગાય બકરી વગેરે ચરાવવા આવતા હતા અને રામદેવ પીર જયારે હયાત જીવંત હતા ત્યારે તેઓ એ અહીં તળાવ કિનારે ભ્રમણ યાત્રા દરમિયાન વિશ્રામ કરવા રોકાયા હતા તેવી લોકવાયકા થલતેજ ગામ ના વૃદ્ધ વડીલો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યાર બાદ એક સાધુ સંત અહીં રામદેવ પીર ની વિશ્રામ ના સ્થાન પર એક રામદેવ પીર ની દેરી બનાવી ને રહેવા લાગ્યા અને ગાય ની સેવા પણ કરતા ઘણા ગરીબ પશુ પાલક ગાય ને આ દેરી પર જ રાખતા હતા સવારે આવી ને ગાય ને ચરાવવા લઈ જતા ધીરે ધીરે આ દેરી પાસે ગૌ સેવા યજ્ઞ ની શરૂઆત થી બીમાર ગાય કે દૂધ ન દેનાર ગાય આ સંત સેવા કરતા હતા. આથી ધીરે ભક્તોએ સેવા યજ્ઞ માં રામદેવ પીર અને પ્રભુ શ્રી રામ તેમજ હનુમાનજી ના મંદિરો બનાવવા અનુદાન આપી ને તળાવ કિનારે મંદિર અને ટેકરા પાસે કુંવાનું નિર્માણ પણ કરાવ્યું હતું તે કુવા ની પાળે યાત્રાળુ અને લોકો પાણી પી ને પણ વિશ્રામ કરતા હતા. પણ પહેલા આ જગ્યા આશરે 30 વર્ષ પહેલા સુધી ગોચરની જગ્યા જ હતી. પછી શહેરના વિકાસ થયા બાદ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દેરી માં થી મોટા મંદિરનું નિર્માણ થયું અને અત્યારે આ જગ્યા પર ગૌ સેવા પરમ ધર્મને સાતત્ય મુજબ ગાય ની ગૌ શાળા સાથે બાબા રામદેવ પીર, જગત જનની માં અંબાજી, તેમજ પંચમુખી હનુમાનજી તેમજ શનિદેવ અને બટુક ભૈરવ ના મંદિર આવેલ છે.

Sanatan Hindu Dharma propagation activities of Shri Baba Ramdev Devasthan Trust and Shri Ramdham Mandir

બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ

બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ થલતેજ અમદાવાદ વર્ષો થી અનેક યશશ્વી સેવાકીય પ્રવૃત્તિ થી લોકપ્રિય તેમજ સુપ્રસિદ્ધ દેવસ્થાન સંસ્થા છે. જે સેવા અંતર્ગત સંસ્થા ની પ્રવૃત્તિ દરેક ક્ષેત્ર માંવર્ષો થી પ્રસન્નશનીય છે. નિસ્વાર્થ સેવા પરમાર્થ અને પરોપકાર ના ઉચ્ચ આદર્શ હેઠળ પૌરાણિક કાળ થી માનવ સેવા, અન્ન દાન, ભોજન પ્રસાદ દાન, ગૌ દાન ગૌ સેવા, રોગ સારવાર નિદાન અને રાહત દરે દવા નું વિતરણ નિરંતર વર્ષો થી ટ્રસ્ટ ના દરેક મહંત શ્રી સાધુ સંત શિરોમણી દ્વારા હિંદુ ધર્મ ના સંસ્કરણ મુજબ અવિરત નિરંતર અને દૈનિક ક્રમ મુજબ સેવારત રહ્યું છે અને રહેશે જ્યાં સુધી હિંદુ સનાતન ધર્મ નો ધ્વજ લહેરાશે ત્યાં સુધી અવિરત સેવા નો નિર્ધાર બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ નો છે અને કાયમ રહેશે જ.

હિંદુ ધર્મ સંસ્કૃતિ અને વેદ પુરાણ મુજબ કળિયુગ માં જન્મજનમાનતર ના ચક્ર માં થી મોક્ષ મુક્તિ અર્થે દાન પુણ્ય કર્મ અને સત્કર્મ અન્ય દરેક યુગ કરતા કળિયુગ માં સૌથી ઉત્તમ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આથી જ મનુષ્ય જન્મ ને યથાર્થ કરતા સત્કર્મ અને દાન અવશ્ય કરવું આવશ્યક છે બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ એક પૌરાણિક મંદિર થકી જનસેવા માનવ સેવા ગૌ સેવા તેમજ હિંદુ ધર્મ ના ભક્તિ માર્ગ તેમજ ધર્મ સંસ્કારણ ને અનુસરી ને સતત 500 વર્ષ કરતા પણ વધુ વર્ષો થી યથા યોગ્ય સત્કર્મ અને સેવાઓ દ્વારા યશશ્વી પ્રવૃત્તિ થકી સેવા કર્મ વર્ષો થી નિરંતર સેવારત છે. હિંદુ ધર્મ પુરાણ શાસ્ત્ર મુજબ દરેક સેવા સત્કર્મ માનવ સેવાઓ બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ વર્ષો થી અવિરત વિવિધ સેવાઓ માટે લોકપ્રિય અને પ્રસિદ્ધ છે સૌ પ્રથમ અન્ય દરેક હિંદુ મંદિરો કરતા પ્રાચીન પૌરાણિક નાની દેરી મંદિર બાબા રામદેવ પીર ની સ્થાપના એક માનવ સેવા અને ગૌ સેવા માટે નું પ્રસિદ્ધ સ્થાન છે.

આશરે 500 થી પણ વધુ વર્ષ થી થલતેજ ટેકરા વિસ્તાર માં આવેલ તળાવડીઓ પાસે ના ટેકરા નજીક ગોરખનાથ સંપ્રદાય ના સેવક શિષ્ય દ્વારા અહીં ગૌ સેવા માનવ સેવા તે પૌરાણિક સમય માં વન્ય અને જંગલી વનસ્પતિઓ દ્વારા માનવ સેવાના ધ્યેય થકી રોગ દર્દ ની દવાઓ ગ્રામ જનો ને આપતા તેમજ તળાવ કિનારે ભક્તો દ્વારા સહાય થકી જ આ મંદિર દેરી અને એક પાણી નો કૂવો નિર્માણ પામ્યો હતો. તેથી સાધુ સંત દ્વારા ગૌ સેવાની પણ શરૂઆત કરવામાં આવી હતી તે જમાના માં ગરીબ લોકો પોતાના ઢોર ગાય ભેંસ બકરી વગેરે અહીં જ રાત્રે દૂધ દોઈ ને અહીં જ બાંધી દેતા હતા અને ગૌ સેવા ગૌ ચારા માટે ચરાવવા પણ સાધુ પોતાનો રામ સાગર લઈ ને વગડા માં ગાય સાથે ભજન લલકારતા ગોવાળિયાઓ ભરવાડ રબારી ખેડૂત ઠાકોર સમાજ ના ગ્રામ જનો સાથે ઘણી વખત જતા હતા. તેમના મંદિર સ્થાનક માં દૈનિક સંધ્યા આરતી ગરીબો ને ભોજન અને ગૌ સેવા બાદ હરિ ભજન ભક્તિ સંગીત થી ગ્રામ જનો માં હિંદુ ધર્મ નો પ્રચાર પ્રસાર થકી ગ્રામ્ય જનો નો આવનારી પેઢી ને ધર્મ સંસ્કરણ થકી સુસંસ્કૃત કરવાનું સુંદર કાર્યની શરૂઆત બાબા રામદેવ દેવસ્થાન મંદિર દેરી થકી થતું હતું.

અને અવિરત આ માનવ સેવા, ગૌ સેવા, અન્નક્ષેત્ર માં ભોજન દાન તેમજ મેડિકલ સહાય તપાસ સેવા કેન્દ્ર તેમજ કન્યાદાન, ગરીબ વિદ્યાર્થીઓ ને ચોપડા નું વિતરણ આવી અનેક સેવાઓ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષો થી અવિરત અને નિરંતર પૂર્ણ વિશ્વ્સનીયતા અને નિષ્ઠાપૂર્ણ રીતે વર્ષો થી ટ્રસ્ટ ના મહંત શ્રી ઓ દ્વારા ભક્તો ના અનુદાન થકી કરવામાં આવે છે

શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી રામધામ મંદીર ની સનાતન હિંદુ ધર્મ પ્રચાર પ્રસાર પ્રવૃતિઓ

  1. રામ નવમી ના દિવસે રામ જન્મ મહોત્સવ અને સાંઈ બાબા ની શોભાયાત્રા
  2. વિજ્યા દશમી દશેરા ના દિવસે પણ સાંઈ બાબા ની પાલખી શોભાયાત્રા
  3. શ્રાવણ માસ માં શ્રી કૃષ્ણ ભગવાન ના હિંડોળા દર્શન મહોત્સવ તેમજ દૈનિક શિવ પૂજા શિવાલય માં
  4. ગણેશ ચતુર્થી સમયે ગણપતિ મહોત્સવ
  5. ગુરુપૂર્ણિમા મહોત્સવ
  6. અગિયારસ :- રાત્રે -9 થી 10 વાગ્યે શ્રી રામધૂન મંડળ દ્વારા રામધૂન તેમજ શ્રી રામધામ મંદીર માં નિયમિત સતત અવિરત શ્રી રામ ચરિત્ર માનસ ની ચોપઇ નું પઠન પ્રથમ પ્રહર થી અંતિમ પ્રહર દરમ્યાન વેદીક બ્રાહ્મણો સાધુ સંતો દ્વારા થાય છે. ભક્તો પણ પોતાના સ્વજન ની તિથિ કે અન્ય પ્રસંગ નિમિતે આયોજન કરી ને અનુદાન આપી શકે છે.
  7. વિદ્યા દાન : બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ તેની પૌરાણિક પરમપરા મુજબ પહેલા બાળકો ને વિદ્યા દાન માટે મંદીર ના પ્રાંગણ માં થતી હતી સમય જતા નિશાળ શાળાઓ બન્યા બાદ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને ચોપડાઓ ની નિઃશુલ્ક વિતરણ કરેં છે. હા પણ બાળકો માં ધર્મ નું આચરણ થાય તે અર્થે વાર તહેવારે ધર્મ સભાં અને રામ કથા કે ભાગવત કથા તે આયોજન પણ મંદીર દ્વારા કરવામાં આવે છે આપ પણ આપના સ્વજન કે અન્ય કાર્ય મુજબ ભાગવત કથા કે રામ કથા નું સુંદર આયોજન કરવા માંગતા હોય તો આ સેવા માટે મંદીર માં અનુદાન આપી ને આયોજન કરી શકો છો. શ્રી રામધામ મંદીર
  8. દર ગુરુવારે રાત્રે 8 થી 10 વાગ્યે સંતવાણી કે ઈશ્વર ગુરુવર્યા અને સત્સંગ ભજન કીર્તન નો સુંદર સંગીત્ મય કાર્યક્રમ માં ભક્તો રસપાન કરેં છે તેમજ પ્રત્યેક શનિવારે પ્રભુ શ્રી રામ અને હનુમાનજી દેવ ની ભક્તિમય સંગીતમય સુંદર કાંડ માં પણ હિંદુધર્મ પ્રેમી ભક્તો અચૂક રસપાન કરેં જ છે.
  9. રામ મંદીર સમીપ રામ ચરિત્ર માનસ ની ચોપાઈ નું પઠન અવિરત વર્ષો થી સતત પ્રહર મુજબ થાય છે
  10. દરેક હિંદુ પંચાંગ મુજબ પૂર્ણિમા અમાવસ્યા અગિયારસ અને અન્ય મુખ્ય દરેક તહેવાર સાથે નાની મોટી તિથિ ઓ ના તહેવાર પણ પારમપરીક રીતે ઉજવાય છે.
  11. આ સિવાય 15 ઓગસ્ટ આઝાદ ભારતનો પ્રમુખ રાષ્ટ્રીય ઉત્સવ અને 26 જાન્યુઆરી અને અન્ય રાષ્ટ્રીય મહોત્સવ તહેવારો તેમજ
  12. દેવ દિવાળી અન્નકૂટ ઉત્સવ વગેરે શ્રી રામધામ મંદીર અને બાબા રામદેવ દેવસ્થાન સંસ્થાન દ્વારા દરેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું અચૂક આયોજન થાય છે.
  13. આ મંદીર નો પ્રમુખ ઉત્સવ બાબા રામદેવ પીર નો પરંપરાગત મેળો ભાદરવા સુદ અગિયારસ ના દિવસે આયોજિત થાય છે જે ખુબ જ પ્રાચીન સાંસ્કૃતિક મેળા માં અમુક સમાજ જ્ઞાતિ ના યુવાન યુવતીઓ ના સગપણ સગાઈ માટે ની પસંદગી નો મેળો છે જે આજે પણ પારમપરીક પહેરવેશ પોતાના ભાતીગળ પોષાક પહેરી ને યુવા ધન પોતાના મનપસંદ જીવન સાથી પસંદગી કરેં છે વર્તમાન યુગ માં આવો કોઈ મેળો મોટા શહેર માં ક્યાંય ભાગ્યે જ આયોજિત થાય છે.