સુંદર દૈનિક કાર્ય સાથે સાથે દૈનિક ગૌ સેવા અને માનવ સેવા અને અન્ય દૈનિક નિયમિત ધાર્મિક યજ્ઞ હોમ હવન કાર્ય પ્રવૃતિઓ થકી આ ભૂમિને તપો ભૂમિમાં પરિવર્તત કરવાનું સુંદર કાર્ય 500 વર્ષથી અવિરત સાતત્યપૂર્ણ કરવું એક ભગીરથ કાર્ય જ કહેવાય. જે માટે આ મંદિર ના ભૂતપૂર્વ સ્વર્ગવાસી સંત શિરોમણીઓ અને વર્તમાન મહંતશ્રી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને તેના સાધુઓ સેવકો દ્વારા વંદનીય સેવા અવિરત થઈ રહી છે.
પશ્ચિમ અમદાવાદ ના થલતેજ ટેકરા દૂરદર્શન ચાર રસ્તા પર અને સાલ હોસ્પિટલ ની સામે બાબા રામદેવ સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિર માં આશરે 500 વર્ષ પહેલા થી રામદેવ બાબા ના ભક્તો દ્વારા એક નાની દેરી મંદિર હતું અહીં પહેલા તળાવ હતું તેને કિનારે બાવળીયા ની ઝાડી માં એક ટેકરા ઉપર ગોવાળિયાઓ ગાય બકરી વગેરે ચરાવવા આવતા હતા અને રામદેવ પીર જયારે હયાત જીવંત હતા ત્યારે તેઓ એ અહીં તળાવ કિનારે ભ્રમણ યાત્રા દરમિયાન વિશ્રામ કરવા રોકાયા હતા તેવી લોકવાયકા થલતેજ ગામ ના વૃદ્ધ વડીલો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યાર બાદ એક સાધુ સંત અહીં રામદેવ પીર ની વિશ્રામ ના સ્થાન પર એક રામદેવ પીર ની દેરી બનાવી ને રહેવા લાગ્યા અને ગાય ની સેવા પણ કરતા ઘણા ગરીબ પશુ પાલક ગાય ને આ દેરી પર જ રાખતા હતા સવારે આવી ને ગાય ને ચરાવવા લઈ જતા ધીરે ધીરે આ દેરી પાસે ગૌ સેવા યજ્ઞ ની શરૂઆત થી બીમાર ગાય કે દૂધ ન દેનાર ગાય આ સંત સેવા કરતા હતા. આથી ધીરે ભક્તોએ સેવા યજ્ઞ માં રામદેવ પીર અને પ્રભુ શ્રી રામ તેમજ હનુમાનજી ના મંદિરો બનાવવા અનુદાન આપી ને તળાવ કિનારે મંદિર અને ટેકરા પાસે કુંવાનું નિર્માણ પણ કરાવ્યું હતું તે કુવા ની પાળે યાત્રાળુ અને લોકો પાણી પી ને પણ વિશ્રામ કરતા હતા. પણ પહેલા આ જગ્યા આશરે 30 વર્ષ પહેલા સુધી ગોચરની જગ્યા જ હતી. પછી શહેરના વિકાસ થયા બાદ શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દેરી માં થી મોટા મંદિરનું નિર્માણ થયું અને અત્યારે આ જગ્યા પર ગૌ સેવા પરમ ધર્મને સાતત્ય મુજબ ગાય ની ગૌ શાળા સાથે બાબા રામદેવ પીર, જગત જનની માં અંબાજી, તેમજ પંચમુખી હનુમાનજી તેમજ શનિદેવ અને બટુક ભૈરવ ના મંદિર આવેલ છે.
(1) આ મંદિર માં બાબા રામદેવ પીર અશ્વ ઉપર બિરાજેલ બેઠા છે તે મૂર્તિ આરસપહાણ માં થી નિર્મિત થયેલ છે અને બાબા રામદેવ પીર ની સ્મિત મુખારવિંદ દર્શન છે આરસ પહાણ ની મૂર્તિ સાડા ચાર ફૂટ ની ઊંચાઈ ધરાવતી સુંદર પ્રતિમા દર્શનીય છે.
(2) બાબા રામદેવ પીર ના મંદિર ની બાજુ માં અન્ય મંદિર માં જગત જનની માં અંબા જી ની પણ સુંદર મૂર્તિ સુંદર શ્રીંગાર સાથે પ્રસન્ન અને સુસ્મિત મુખારવિંદ ની મનમોહક મૂર્તિ ના દર્શનાર્થે પણ ભક્તો અવશ્ય આવે જ છે.
(3) બીજી એક પાષાણની પંચમુખી હનુમાનજીની સુંદર પ્રતિમા ના દર્શને દર શનિવાર અને મંગળવાર ના રોજ આશરે પાંચ હજાર થી વધુ ભક્તો દર્શન પૂજા અર્થે આવે છે .
(4) અહીં આ મંદિર ની સાથે જ સૂર્યપુત્ર શનિદેવ ની પણ કાળા પથ્થર ની સુંદર મુખારવિંદ વાળી શનિ દેવ ભગવાની ની એક મૂર્તિ પાંચ સાડા પાંચ ફૂટની છે તેમજ શનિદેવ નો પૂજનીય પથ્થર સાથે એક પીતલ ની અને એક પાષાણ ની નાની મૂર્તિ પણ દર્શન પૂજન અર્થે રાખેલ છે શનિવારે રાત્રે આ મંદિર માં ભક્તો લાઈન માં ઉભા રહી ને શિષ્તબદ્ધ દર્શને હજારો દર્શનાર્થીઓ નિયમિત શનિવારે શનિદેવ ને અર્ક માળા તેલ વસ્ત્ર તેમજ અડદ વગેરે ચડાવી ને શનિદેવ ના શુભ આશિષ પ્રાપ્ત કરેં છે શનિ દેવ પણ ભક્તો ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી ને ભક્તોના કષ્ટ હરિ ને ભક્તો ને સુખ સમૃદ્ધિ અર્પણ કરેં છે તેમજ શનિ દેવ ની પનોતી કે અન્ય દશા ગ્રસ્ત ભક્તો શનિવાર ના રોજ અસંખ્ય ભક્તો
ગૌ સેવા
ગૌ સેવા પૂજા અર્થે પણ અનુદાન આપી ને મંદિર ની ગૌ સેવા ને સહયોગ કરેં છે કારણ કે ભક્તો અમુક દિવસે ગૌ ને લીલું ઘાસ એટલું વધુ અર્પણ કરેં છે કે ગૌ તેની ક્ષમતા મુજબ અમુક સમય અંતરે ખોરાક લઈ ને વાગોળ્યા બાદ અમુક કલાક પછી જ ફરી થઈ ખોરાક લેતા હોય છે તે ક્રમ ને સુનિયોજિત રીતે સંચાલન મંદિર ના ગૌ સેવકો દ્વારા સુંદર રીતે આયોજિત કરેલ હોવાથી આપ સૌ ભક્તો નું ગૌ સેવા અર્થે અનુદાન રાશિ નું ગૌ દાન વધુ ઉત્તમ અને યોગ્ય કહેવાય આથી ભક્તો ની સુવિધા અર્થે મંદિર ટ્રસ્ટ ની ગૌશાળા માં અનુદાન આપવા અર્થે ડિજિટલ અનુદાન આપવા માટે ક્યુ આર કોડ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં આ મંદિર ટ્રસ્ટ તેની પૌરાણિક પરંપરા મુજબ ગૌ સેવા લીલું સૂકું ઘાસ ગૌ માતા અને વાછરડા વાછરડી ને પૌષ્ટિક આહાર તેમજ અન્ય ખોરાક સાથે સાથે નિયમિત ગૌ અને તેના વાછરડાઓ નું મેડિકલ તપાસ અને દવાઓ નું પણ ખ્યાલ રાખવામાં આવે છે આમ બાબા રામદેવ ટ્રસ્ટ એ પોતાની પૌરાણિક મંદિર ની પ્રાચીન ગૌ સેવા ની પરંપરા નું સાતત્ય જાળવી ને નિયમિત સંપૂર્ણ ગૌ સેવા કરેં છે જેથી ભક્તો પણ ગૌ સેવા અર્થે વિશ્વ્સનીયતા પૂર્વક આ મંદિર માં સ્વજનો ની તિથિ, જન્મદિવસ, અગિયારસ, પૂનમ, અમાવસ્યા, શનિવાર,ગુરુવાર અને સંતાન ની સફળતા અર્થે અને વહેપારીઓ ગૌ સેવા માં નિશ્ચિત રકમ અર્પણ કરી ને વ્યવસાય માં સફળતા સાથે પુણ્યકાર્ય કરતા હોય છે.
તેમજ આ જ ટ્રસ્ટ ની અન્ય બાજુ ની જ જગ્યા માં ભગવાન શ્રી રામધામ મંદિર અને એક પાષાણ ની સ્વયંભુ નિર્મિત હનુમાનજી ની પણ ખુબ પૌરાણિક મૂર્તિ સ્થાપના થયેલ છે તેમજ એક સુંદર શિવાલય પણ આ શ્રી રામધામ મંદિર પરિસર માં આવેલ છે અને સાંઈ બાબા ની મૂર્તિ પણ ભક્તો ની શ્રદ્ધા માટે સાંઈ ધામ શ્રદ્ધા મંદિર પણ આવેલ છે.
(1) શ્રી રામ ધામ મૂર્તિ દર્શન માં પ્રભુ શ્રી રામ ભ્રાતા લક્ષમણ જી અને માતા જાનકી સીતા માતા સાથે ની 4 ફૂટ ની ઉભી પ્રતિમાઓ ના દર્શન છે સાથે સાથે હનુમાનજી ની નાની મૂર્તિ પણ છે
(2) શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ ની પાષાણ ની સુંદર અને ચમત્કારી ફળદાઈ મૂર્તિ દર્શન પણ થાય છે. અહીં વર્ષો થી રામાયણ ની ચોપાઈ ના પાઠ પ્રાતઃ પ્રથમ પ્રહાર થી રાત્રી ના અંતિમ પ્રહાર સુધી સંતો અને બ્રાહ્મણ દ્વારા પઠન થાય છે.
(3) આ સિવાય આ જ મંદિર માં શિવાલય માં પણ નર્મદેશ્વર શિવલિંગ જે એક ફૂટ ઊંચાઈ ધરાવે છે તે પણ ભક્તો નું અતિ પ્રિય પૂજનીય શિવલિંગ છે
આ શિવલિંગ ની સંપૂર્ણ શ્રદ્ધા થી નિયમિત સેવા પૂજા ભક્તિ કરનારા ઘણા ભક્તો ને શિવલિંગ માં ધ્યાન મગ્ન મહાદેવ ના પ્રસન્ન મુખારવિંદ કે ૐ ના દર્શન શિવલિંગ માં થયેલા છે. અહીં શિવાલય માં સતત નિરંતર શિવ મહાપુરાણ ના પાઠ થતા હોય છે. એટલે જ તો સંતો ના ધર્મ ઉપદેશ પાઠ ના પઠન અને યજ્ઞ હોમ હવન સુંદરકાંડ ના પાઠ ભજન કીર્તન ના ધ્વનિ નાદ આ મંદિરને પવિત્ર તપોભૂમિ માં પરિવર્તિત અને પુણ્ય ભૂમિ માં ઈશ્વરની શ્રદ્ધા આસ્થા અને સંસ્કૃતિ ના સંવાહક સાધુ સંતો ની શ્રી રામ ધામ મંદિર માં અવારનવાર આગમન થાય છે જેથી પવિત્ર જગ્યા વધુ પાવન બની ને ભક્તો ના ચરણ સ્પર્શ માત્ર થી ભક્તો પ્રસન્ન અને ચિદાનંદ સમાન શાંતિ નો અનુભવ પ્રાપ્ત કરેં છે.
(4) શિવાલય ની સમીપ એક શ્રી કૃષ્ણ અને રાધા જી ની પણ અતિ સુંદર મનમોહક ચાર ફૂટ ની આરસ ની પ્રતિમા ના દર્શન કરી ને ભક્તો પોતાનું દૈનિક કાર્ય ની શરૂઆત કરેં છે ખરેખર આ સુંદર અને મનમોહક સુસ્મિત મૂર્તિ દર્શન આપ પણ એક વાર કરશો તો મન માં વસી જાય તેવા દર્શન કરવા આપ વારંવાર આવશો જ લગભગ દરેક ભક્તો આ રાધા કૃષ્ણ ની સુંદર પ્રતિમા ના દર્શન કરી ને ધન્યતા સાથે પ્રસન્નતા નો અનુભવ કરેં જ છે.
(5) અમુક ભક્તો ની પ્રબળ શ્રદ્ધા અર્થે અહીં 1994 બાદ સાંઈ બાબા ની પણ સુંદર પ્રતિમા ના દર્શન થાય છે જે મૂર્તિ 6 ફૂટ ઊંચાઈ ધરાવતી શ્વેત આરસ પહાણ ની પ્રસન્ન મુખરવિદ અને ભક્તો ને શુભઆશિષ અર્પતિ કોમળતા સભર સાંઈ બાબા ની મૂર્તિ ના દર્શનાર્થે પણ દર ગુરુવારે હજારો ભક્તો અચૂક આવે છે અને ગુરુવારે સેવા દાન અર્થે ભક્તો મંદિર દ્વારા વર્ષો થી નિયમિત ગરીબોને ભોજન સેવા માં અનુદાન આપી ને સુકર્મ દ્વારા પુણ્યફળ પ્રાપ્તિ માર્ગે વ્યવસાય અને દૈનિક જીવન માં તેમની અને તેમના પરીવાર ના સુખ સમૃદ્ધિ યશ કીર્તિ માં અભિવૃદ્ધિ કરેં જ છે.
આમ પૌરાણિક સમય થી આજ વર્તમાન યુગ માં પણ બાબા રામદેવ ટ્રસ્ટ અને શ્રી રામધામ મંદિર સાંઈ ધામ મંદિર થલતેજ અમદાવાદ ની ખ્યાતિ નામના ફક્ત પ્રભુ ભક્તિ અને દર્શન સાથે સાથે્ જનસેવા ગૌ સેવા અને સાંઈ મેડિકલ સેન્ટર પશ્ચિમ અમદાવાદ ના અન્ય ખ્યાતનામ અને વિશ્વ્સનીય સેવા કાર્ય માટે સુપ્રસિદ્ધ છે.
સાથે દર ગુરુવારે ગુરુભક્તિ ઈશ્વર ભજન તેમજ ભક્તિ સભર પ્રસ્તુતિ માં પ્રખ્યાત ભજનિકો પણ ભક્તો ને શ્રદ્ધા ના મહાસાગર માં એકલીન કરેં છે.
અને પ્રત્યેક શનિવારે હનુમાનજી ના ભક્તો વિશાળ જન સંખ્યા અચૂક સુંદરકાંડ ના પઠન કરી ને શ્રી રામ ભગવાન તેમજ હનુમાનજી ના શુભ આશિષ પ્રાપ્ત કરેં છે. અહીં ભક્તો સ્વજનની પુણ્યતિથિ,જન્મદિવસ, તિથિ વાર તહેવાર મુજબતેમજ સંતાન ના ભવિષ્ય ની પ્રગતિ સફળતા હેતુ અર્થે પણ શ્રદ્ધાપૂર્વક સાથે ભજન કીર્તન નું આયોજન શ્રી રામધામ મંદિર માં અવશ્ય કરેં છે. આપ પણ આ પુણ્ય કાર્ય આ મંદિર માં કરી શકો છો.
આ તમામ મંદિર ટ્રસ્ટ ના પૂર્વ સ્વર્ગથ સંત શિરોમણી વાસુદેવજી મહારાજ પહેલા ના સંતો દ્વારા નિયમિત યજ્ઞ હવન થકી આ ભૂમિ સ્થાન મંદિરમાં વર્તમાન પ્રમુખ મહંત સંત શિરોમણી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ ની નિત્ય યજ્ઞ હવન પૂજા કથા વચનામૃત થકી આ પુણ્યવાન ભૂમિ માં ભક્તજનો ના ચરણ સ્પર્શ માત્ર થી જ ભક્તો ના હૃદયકમલ માં ભક્તિ શ્રદ્ધા અને સુકર્મ પુણ્યકાર્ય ના કર્મ કરવાની ભાવના જાગૃત થાય છે અને ભક્તો ના મન ને આહલાદક શાંતિ તેમજ મન અને ચિત્ત ની પ્રસન્નતા પ્રાપ્તિ થાય જ છે આ મંદિર ના મહતમ ભક્તો નું મંતવ્ય છે.
વર્તમાન સંત શિરોમણી મહંત શ્રી મોહનદાસજી મહારાજ રામકથા વાર્તા તેમજ અન્ય કથામૃત વડે ભક્તો ના હૃદય માં ઈશ્વર પ્રત્યે ની શ્રદ્ધા આસ્થા ના શુદ્ધ સનાતન હિન્દૂ ધર્મ ના સંસ્કાર નું સિચન કરેં છે તેમજ તેઓ શ્રી ની પ્રબળ સેવા વૃત્તિ આ વિસ્તાર ના જન સમૂહ માં પ્રેરણા મૂર્તિ સમાન જ છે જયારે 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાત રાજ્ય માં ભયાનક ધરતીકંપ આવ્યો તે વેળા એ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા સિવાય તેઓ તરત જ પોતાના મંદિર ના સેવકો સાથે આજુ બાજુ ની તમામ સોસાયટીઓ ના રહીશો ને ચા પાણી નાસ્તો તેમજ મંદિર ના રસોઈઘર માં જ દરેક રહીશો માટે બન્ને સમય ભોજન નાસ્તો ચા વગેરેની અમૂલ્ય સેવા અન્ય કોઈ ની સહાય અનુદાન સિવાય મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા જ પ્રદાન કરી હતી તે પણ સતત 25 દિવસ સુધી ધરતીકંપ ના આફ્ટર શોકના કંપન્ન થી ફ્લેટમાં વસવાટ કરનાર લોકો ઘર માં રહેવા માં ડર અને ભય ફેલાયો હતો. આથી ગોયલ ઇન્ટર્સીટી ના ગાર્ડન માં કામચલાઉ હંગામી ટેન્ટ અને પથારી ની વ્યવસ્થા પણ મહંત શ્રી ની સૂચના મુજબ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દૂ ના કાર્યકરો ની સહાય થી કરી હતી. તેમજ ત્યાર થી લઈ ને આજ સુધી મંદિર ની સેવાકીય પ્રવૃતિઓ સાથે જ વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ મહા મંડળલેશ્વરની પદવી પણ સાધુ સમાજ દ્વારા પ્રાપ્ત થઈ હતી વર્તમાનમાં પણ સંત શિરોમણી વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી મોહનદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ ગુજરાત પ્રાંતના છે. હમણાં જ પૂર્ણ થયેલ પ્રયાગરાજ મહાકુંભ 2025 માં પણ તેઓ નો અખાડો હતો જેમાં મહંત શ્રી મોહનદાસજી મહારાજ ની પેશ્વાઇ વિધિવત વારંવાર નીકળતી હતી અનેક સાધુ સંતો ને રહેવા અને ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા નું પણ સફળ અને પ્રસંશનીય કાર્ય ને સમસ્ત સાધુ સંતોએ બિરદાવ્યા હતા. અને નજીક ના ભવિષ્યના 2027 માં નાસિકના કુંભ મેળાની પ્રવૃતિઓ માં તેઓ અત્યાર થી જ કેટલાય કાર્ય કાર્યક્રમ માં વ્યસ્ત હોય જ છે.
જે કુંભ મેળા નાસિક માં 31 ઓક્ટોબર 2026 થી પ્રારંભ થશે અને જુલાઈ 2028 માં આ કુંભ મેળો સમાપ્ત થશે આ પ્રથમ વખત કોઈ કુંભ મેળો સતત 21 મહિના સુધી નાસિક માં આયોજન થવાનું છે.